Drop Box

1 ટિપ્પણી:

  1. મહેસાણા તા.૧૧
    પ્રાથમિક શિક્ષણનું સ્તર ઊંચું લાવવા માટેની ગુલબાંગોનું બૂમરેંગ થવા પાછળ શિક્ષકોને અન્ય કામગીરીમાં વ્યસ્ત રાખવાની શિક્ષણ વિભાગની બોદી નીતિ જવાબદાર છે. વર્ષના ૩૬૫ દિવસોમાંથી ૨૬૪ જેટલા દિવસ બે વેકેશન, જાહેર રજાઓ અને તાલીમો અન્ય મીટીંગો તેમજ શિક્ષણેતર પ્રવૃત્તિઓમાં જ વેડફાઈ જાય છે. અર્થાત એક શૈક્ષણિક વર્ષ દરમ્યાન માંડ ૧૦૧ દિવસ જ શિક્ષકો શિક્ષણકાર્ય કરી શકે છે.
    •એક વર્ષમાં ૧૦૧ દિ'જ ભણાવાય છે•સમસ્યા-વેકેશન, રજાઓ અને અન્ય પ્રવૃત્તિઓમાં ૨૬૪ દિવસ ખર્ચાઈ જાય છેઃ શિક્ષણનું સ્તર ઊંચું લાવવું જરૃરીઆવી વિષમ પરિસ્થિતિ સર્જાતાં પ્રાથમિક શિક્ષણનું સ્તર ઊંચું લાવવા હવે એક જ અભિયાન છેડવાની જરૃર છે અને તે છે-શિક્ષકને વર્ગખંડમાં જ રહેવા દો ! બાળકોનો શિક્ષણનો પાયો મજબૂત બનાવવાની જેમની જવાબદારી છે તે શિક્ષકો પાસે કેવી કામગીરી કરાવવામાં આવે છે અને તેઓ કેટલા દિવસ બાળકો પાછળ વર્ગખંડમાં ફાળવે છે તેમનો રસપ્રદ અહેવાલ અત્રે પ્રસ્તુત છે. પ્રાથમિક શિક્ષણનું સ્તર કથળી રહ્યું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા છતાં રાજ્યના શિક્ષણ વિભાગની આંખ ખૂલતી નથી તે હકીકત ભાવિ પેઢી માટે ખતરનાક છે.નોંધપાત્ર છે કે, પ્રાથમિક શિક્ષણ વિભાગમાં ઉનાળુ વેકેશનના ૩૫, દીવાળી વેકેશનના ૨૧, જાહેર રજાઓના ૨૪, રવિવારના ૪૫ દિવસ અને તાલીમના ૪૦ ઉપરાંત પરીક્ષાના ૨૦ દિવસો મળી ૧૮૫ દિવસ દરમ્યાન બાળકોનું શિક્ષણકાર્ય ઠપ થઈ જાય છે. આ ઉપરાંત અન્ય ૭૯ દિવસ સુધી શિક્ષકોને રાજ્ય સરકારના ફતવા વર્ગખંડથી બહાર રાખે છે.
    પ્રાપ્ત થતી એક સત્તાવાર માહિતી અનુસાર આ ઉપરાંત શિક્ષકો ૧૪ દિવસ કેજ્યુઅલ રજાના, ૧૦ દિવસ ડબલહક્ક અને મેડિકલની રજાઓ ભોગવે છે. શિક્ષકોના દિવસ શિષ્યવૃત્તિ વહેંચણી, ૧૦ દિવસ આચાર્યશ્રીઓની મીટીંગ, ૬ દિવસ ગુણોત્સવ અને પ્રવેશોત્સવ પાછળ ખર્ચાઈ જાય છે.
    વિજ્ઞાનમેળા, બાળમેળા, ચૂંટણીની બેઠકો, વસ્તીગણતરી, ખેલ મહાકુંભ, પ્રવાસ, પુસ્તક વિતરણ, શિષ્યવૃત્તિ વિતરણ, વિકલાંગ તાલીમ, આરોગ્ય ચકાસણી, ચિત્ર સ્પર્ધા, પુસ્તક વિતરણ પાછળ બે ડઝન જેટલા કાર્ય દિવસ બગડે છે. નિષ્કર્ષરૃપ, એક જ શૈક્ષણિક વર્ષ દરમ્યાન ૩૬૫ દિવસ પૈકી માત્ર ૧૦૧ દિવસ જ શિક્ષકો વર્ગખંડમાં હાજર રહી શકે છે. આ ઉપરાંત ગ્રામકક્ષાએ સાંસ્કૃતિક કે વ્યાયામ મેળા જેવી ઈતર પ્રવૃત્તિઓ પાછળ પણ શિક્ષકોને વર્ગખંડની બહાર રાખવામાં આવે છે. શિક્ષણનું સ્તર સુધારવા માટે હવે શિક્ષકોને વર્ગખંડમાં રાખવા આંદોલન છેડવું જરૃરી બન્યું છે.

    જવાબ આપોકાઢી નાખો